દરિયાના કાંઠે ઉભીને જૂએ વાલમની વાટની વાત.
તસ્તતસ્તું જોબનીયું ને મિલનનો તલસાટ પ્રિતની વાત.
દરિયા કાંઠે જીવાતી આ નોખી જિંદગીની કહાણી,
કેમ કરી કહું તને વ્હાલા મનના એ વલોપાતની વાત.
દરિયાની લહેરો જેવી ભરતીને ઓટની ચાલતી જિંદગી,
મરજીવા બની જીવવુંને મૌત સાથે યારી કરવાની વાત.
દરિયાની દિલાવરી દિલમાં સાચવી નીતનવીન સફર કરતાં,
આતો થે એવા જવાંમર્દ દરિયાખેડુની જિંદગીની વાત.
કાજલ સમુંદરમાં મઝધારે ખોવાતા ખારવાના ખારા આસું ,
ખારાસ અા ખોવાતા ખારવાના અધૂરા શમણા ની વાત.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply