એ પ્રણયની રીત કે ત્યાં વળ મળે,
હેત કેરા વ્હાલતે ખળખળ મળે.
ખોલવા તાળા હવે આ ભાગ્યના ,
જો મહેનત નામની એ કળ મળે.
ચાલવું જો આ જમાના સાથ તો,
સાથ તારો ખૂદનો બેપળ મળે.
લાવ તારો હાથ મારા હાથમાં,
નામ તારું હોઈ તે કાગળ મળે.
આ તરસ આંખે વધી ગઈ આમતો..
આંખમાં એવા જરા અંજળ મળે
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply