તારીને મારી વચ્ચે આ કેવી આડ પડી?
હૈયે થઈ કબૂલાત પણ ઘરમાં ધાડ પડી.
ટેરવે ઉગ્યા તારા સ્પર્શના ફૂલો,
ત્વચાએ પહેર્યા સ્મરણોને રાડ પડી.
ધીમી લોએ બળતી રહી શગ રાતભર,
સવારે સૂર્યની સવારી એ વાડ પડી.
રાતરાણી મહેંકતી રહી શ્ર્વાસોમાં,
કર્યો વિશ્ર્વાસને હૈયે તિરાડ પડી.
કર્યા જતન સંબંધોને સાચવવા ,
હળવે રહી શંકા આવી ને ફાડ પડી.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply