છંદ : અનુષ્ટુપ
– – – – લગાગાગા, – – – – લગાલગા .
ફૂલો બોલે જરા જૂઓ , મહેંકે આ જરા તરા,
કેવી ન્યારી કળી ખીલી, પંખી ઊંચે ઉડે નભે.
પૃથ્વી આભે સદા સાથે, સાગરે જો હરી મળે.
ભરતી ઓટ સાથે તો, જિંદગી આ સરી જતી.
શિવ સતી મહિમા રે, ગણપતિ રહે સદા.
કાર્તીકેય ફરે પાછા , ખોળે બેઠા ગજાનના.
પ્રદક્ષિણા કરી મેતો, માત પિતા તણી સદા.
બુધ્ધિ આ કેટલી સારી, જીતી ગયાં વિનાયકા.
કાજલ
Leave a Reply