છંદ : ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા
છંદનું નામ : બસીત દ્વિખંડી છંદ
છોડી જવું આ બધું , જીવે અહીં ચાલશે
ત્યાં કોઈનો સાથ છે? છોડી જવું ફાવશે?
દરબાર તારો હવે ત્યાં તો ભરાશે સદા,
બસ તો હવે માનને કે હાજરી લાગશે.
સ્વજન હવે છોડયાં ,કોઈ નથી સાથમાં ,
આંખે અશ્રું તોરણે, દેહે અગ્નિ ચાપશે.
યાદો બની જિંદગી, આજે ખતમ થવાની,
કામો અધૂરા હવે, મનમાં છબી છાપશે.
કાજલ દિલે સાચવી, સંભવ નથી ભૂલવી,
તારી કમી આમ તો , રોજે મને સાલશે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply