ગાલગા ગાગાગા ગાલગા
ના હવે કાપડમાં સળ મળે.
કે જરા જીવનમાં વળ મળે.
સાથમાં બે ડગલાંનો હવે,
વાતમા તારી કઈ કળ મળે
સ્નેહ ભીના સ્પંદન ધુંટયા,
જાત ઓગાળી જો બળ મળે.
સૂર્યની શાખે લ્યો અંજલી,
કે હવે માંગેલું ફળ મળે.
લે કિરણની સાક્ષી એ શપથ,
ઉરમાં યાદો જો શીતળ મળે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply