લગાગા લગાગાગા લગાગા લગાગાગા
નચાવી શકું ઈચ્છા , હવેતો તરું ભવ ત્યાં ,
ન તારી ન મારી આ, જરાતો સમજ જવ ત્યાં.
ગણું જો હવે વેઠે , તને ક્યાં ખબર પડશે?,
મળું હું તને સ્વપ્ને , પછી લાગશે દવ ત્યાં ?
ન સમજાય બોલી તો, હવે કેમ સમજાવું?
ઈશારા કરી થાકું , હશે ગીતનો રવ ત્યાં.
નિરાશા નડે રસ્તામાં, ફગાવી તું આગળ વધ,
હશે પાસ તારી જો, મઘૂરા એ કલરવ ત્યાં.
વળાંકો રહેશે જ્યાં, હવે ત્યાં મહેફિલો,
અધૂરી કહાનીને , હતો એક પગરવ ત્યાં ?
‘કાજલ’
કિરણ પિયુષ શાહ
Leave a Reply