ગીત
આવું કેમરે થાય..
આવું અમને પણ થાય….
આવું કેમરે થાય.આવું કેમરે સહેવાય..
કેમરે સમજાવું મનને મનડું મારું એવું તો મુંજાય..
રુંવે રુંવે તારા જ સ્પર્શના અંગારા એકલતાએ ચંપાય.
સૂરજનો તાપ ગમે વરસાદના નીરય ગમે કેવાય,
ત્યારે આખ્યુંના વહેતા પાણી કોઈને ના પરખાય.
રાતોની નીંદર તારી વાહે રોજે મારી હવે વેરણ થાય.
ઝખ્મો મારા વલૂર્યા કરુંને પીડાનો હરખ એનો ન માય.
અંતરના અંધારીયા કુવામાં જિંદગી એવી અથડાય.
રાતને દિવસ સરખા લાગે ત્યાં લોક વચાળે વાતોના દંશ દેવાય.
આવું અમને પણ થાય…
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply