ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
આંગણે આવી ઊભું પંખી ફરી ઉડતું નથી
સૂર એના એટલા ગમતાં હવે મળતું નથી .
આ ચમન સોપ્યું તમોને ગુંજતા ગીતો રહે,
એ સજાવી બાગ જીવનનો કદી નમતું નથી.
પાળ બાંધી આજ સંબંધો ફગાવી કલ્પનો ,
રેત જેવો આ સમય સરકે કદી તે લડતું નથી.
અંધકારે સૂર્યકિરણો ના ઉજાસે સાહ્યબી ,
અલ્પજ્ઞાની કર્મયોગી ઉઠવું કઠતું નથી
લ્યો ફરી ચાલ્યાં જરા મદમાં મળીને આમતો,
આ છળીને જીવવુંને જાણવું ગમતું નથી.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply