શ્રી ગનીભાઈ દહીવાલાને આપવાની ગઝલાંજલિ,
તરહી
છંદ: ગાલગાગા 3 ગાલગ઼ા
મીણ માફક પીગળ્યાને, ખૂબ રેલાયા અમે.
જ્યાં બરફમાં ઓગળ્યા, વાદળમાં બંધાયા અમે.
તાજ સાથે રાખ મનમાં , પ્રેમ ત્યાથી પાંગરે,
હાથમાંએ હાથ ઝાલી આજ ચર્ચાયા અમે,
મૌત મીઠું લાગશે જો સાથ સંગાથી હશે,
એકલા જાવું નથી બોલે જ પંકાયા અમે
ખોળતી દ્વારે હ્રદયના થઈ દિવાની શ્યામની,
રાહ ભૂલી નામ તારું યાદ અથડાયા અમે.
આ ભરમ તું છોડને, સઘણાં સ્મરણ છે કાલ પર,
કેટલીતો કાળજી રાખીને ખોવાયા અમે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply