લગાગા×4
સરિતા કિનારે અમે ચાલવાના.
સિતારા અહીં જો ધરે છે બહાના.
કહીને અમેતો સદા સાથ રેશું
હ્રદયથી દિવાના કદીતો થવાના.
બતાવો તમેજો વફાના સબૂતો,
પછીતો કયાંથી અમે ત્યાં જવાના.
રટો એક નામે ગણોજો તમે પણ,
તરી ભવ ક્ષમાને સદા પામવાના.
ફરોજો જગતમાં મજાછે અનોખી,
ખબરતો કરીને થવું છે રવાના.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply