ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
હાથમાંની આંગણીઓ કોઈ સરખી હોય છે.?
વ્હાલની એ લાગણીઓ સાવ નોખી હોય છે .
પાંખ આવી તે ઉડે, ગગને ડરીને કેમ રે?
પાંજરે કૈ બંધનોમાં ભાત નાખી હોય છે.
સાંજ ઢળતા રાજ રાત્રીનું ઉભરતું તે ડગર,
કાળકેરાં હાથ લાંબા રાત પાંખી હોય છે.
કાળજે લાગી કટારી આરપારજ આજ ને,
જીવ વ્હાલો ખૂબ લાગ્યો તેમ રાખી હોય છે.
બંધનો આ મોહ કેરા છોડવા જે ભાર છે,
ચાલતું તારે થવું ને હાર ચાખી હોય છે.
આમ જાવું ટાળતીને આંખ પાણી લાવતી,
કાળને થોભાવવા તે પાંખ ઝાંખી હોય છે.
ફાગ મીઠા ગીત તેના સૂરથી તે ફાવતી,
કાન્હ પાછળ નામ રાધા એજ સાખી હોય છે.
નીકળી તે એકલી પણ સાથ મળ્યા કારવાં,
ખોલ દ્વારો આવકારો આપ,ખાખી હોય છે,
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply