કોણ છે.
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
આંગણેતે આવતું ને પૂછતું કે કોણ છે.
આવનારે જાણકારી આપવી તે કોણ છે.
સ્નેહના સગપણ કહે છે લાગણી ભરપૂર રે,
વ્હાલની જે વાત કાલે વેંચશે એ કોણ છે.
પ્રેમ નામે ખૂબ વાંચી પ્રેમગાથા આજ તો ,
કાન રાધા હીર રાઝાં આ બધા રે કોણ છે.
લાગ મળતા ભાગતાને પણ પછી ત્યાં શોધતા,
બોલને આ રોકનારા ટોકતા કે કોણ છે.
રાજ દિલમાં રાખતાને મૂખને મલકાવતા ,
હા ! રમત એતો રમીને દાવ હારે બે કોણ છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply