આજ નહીં કહું તને જીવવાની વાત કર,
મંજિલ આખરી આજે યાદ કરી વાત કર.
વહેલું કે મોડું જવુંજ છે હવે ઘરભણી,
તો ચાલને અધુરા રહ્યા હિસાબની વાત કર.
અંતમાં એક કફનને બેમણ કાષ્ટ જોઈશે,
વિલિન થશે પંચતત્વ અગ્નિમાં તેની વાત કર.
ચાર દિવસની જિંદગી ગાળી માયાજાળમાં,
ઈશ્ર્વરની સાક્ષીએ તારા ગુન્હાની વાત કર.
કાજલ ડર ભૂલી , કર્યું ખોટું જીવનમાં ,
બસ દિલ થી આજ બધું યાદ કરી વાત કર.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply