શાર્દૂલ્વીક્રિડિત સોનેટ
ગાગાગા લલગા લગા લલલગા, ગાગાલગા ગાલગા
આંખોમાં સપના ભરી પ્રણયના, ઢાળી ઊભી લોચનો,
ભાર્યા એ જળમાં ઉભી શરમથી, બાંહો પ્રસારી અહીં.
સ્નેહી એ દિલના બની સગપણે, બાંધી હવે પ્રેમથી.
બોલાવે હળવે જરા અરજથી, સ્વામી હવે રાખજો.
પ્રેમે નીતરતી રહી બલમના, થોડા ઘણા વ્હાલથી,
સ્વપ્નો ત્યાં ઉભરે હવે નયનમાં, વાલા તણા સાથથી.
રાગીણી ઉરમાં ઉઠી શ્રવણથી, ગાતી જરા પ્રેમથી,
રાણીએ દિલની બની પ્રણયથી, નાચી પડી હેતથી.
જોગીના મનને હરી મલકતી, મોહી હવે ભાગતી,
ફૂલોના શણગારથી ચમકતી, શોભે પરી રૂપથી.
રાજીપો મનનો કહે હરખથી, છોળો ઉડે સંગમાં,
રાધાતે હરિની બની પ્રણયમાં, કાન્હા તને છેડતી.
બીડીને નયને સદા ઝલકએ , પ્રેમે ભરી રાખતી,
આસુંજો છલકે જરા નજરને, પાછી વળી વાળતી.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply