શ્રી ગનીભાઈ દહીવાલાને આપવાની ગઝલાંજલિ
તરહી
ઊંઘતા જાગરણ કરી લીધુ
સ્વપ્નનું સંસ્કરણ કરી લીધુ
છંદ : ગાલગાગા લગાલ ગાગાગા
સાગરે કઈ તરણ કરી લીધુ,
સ્નેહનું ત્યાં વરણ કરી લીધું
સ્વપ્ન સાચાં બને કદી રાતે,
ઊંઘતા જાગરણ કરી લીધું.
રામ સીતા વને ગયાં ત્યારે,
રાવણે તો હરણ કરી લીધું .
માધવાએ રમત રમી ચૌટે,
કૌરવોનું મરણ કરી લીધુ.
પાન પીળા ખરી પડે છેલ્લે,
ડાળથી અવતરણ કરી લીધું.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply