કશ્તર પડયું કહી આંખના અશ્રું લુછયા ,
કેટલી સફાઇ થી આમ તો દર્દ છુપાવ્યા.
આંખોની લાલાશને ઉજાગરો કહયો,
મનની પીડા મનમાં રાખી વિખુટા પડયાં.
સ્નેહના તારા એવાતો કંઈ રખોપા કર્યા,
આમજ તારી યાદોને મન ભરી જીવ્યાં.
પાતાળે ધરબી હૈયાની વેદનાને સંવેદના.
વરસોના વરસ આમજ જીવી ટુંકા કરયાં.
કાજલ હોઠે દીધા હવે તો સ્મિતના તાળા,
તારા નામે હરિ કંઈ વચનો દીધા તે પાળ્યાં.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply