કેટલું ભૂલી તમે તો એકલા ચાલી ગયા.
રાહ પણ જોઈ તમારી સગપણોને કાપી ગયા.
આજ સંબંધો હવે એવા બની રહ્યા જોને ,
રેતની માફક સરીને જળ બની ખાલી ગયા.
કોયડો ઉકેલવામાં થાપ જયાં એવી મળી.
આઈનામાં જોઈ છાયા જાત થી ફાવી ગયા.
જે કહાણી ભેદની થઈ ત્યાં તમે રોકાઈ ને,
હોછમાં રાખી તમે એ વાતને દાબી ગયા.
થોભ કાજલ કાદવમાં તે કમળને સાચવી,
આજ વાતો ફેરવીને સૌને તે માપી ગયા.
કાજલ
કિરણ પિયુષ શાહ
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
Leave a Reply