જીવન કશ્તી સોપી હવે જયારે ,વિશ્ર્વાસ તારો કરી,
મઝધારે ડુબાડ કે પાર કરાવ, સહવાસ તારો કરી.
તારણહાર બનાવ્યો તને, ભરોસો તારો સાચો માન્યો ,
કર્મ મારા તારે આધિન, મંદિરમાં વાસ તારો કરી.
અંધવિશ્ર્વાસની આંધી ફુંકાણી , બદનામ શ્રધ્ધા કરી,
ધર્મના નામે ફેલાવ્યો અંધકાર , બકવાસ તારો કરી.
સત્સંગીઓ ના ટોળામાં, ઢગે ધુતારા તારા નામે ,
વગોવ્યા નામ કલંક લગાડયા ,નાખે નિશ્ર્વાસ તારો કરી.
‘કાજલ’તો ભજે રાખે રાતદિન નામ, તારું હરિ હવે ,
જીવન જીવી જાય, તારાજ ભર્યા કૈ ઉચ્છવાસ તારો કરી.
‘કાજલ’
કિરણ પિયુષ શાહ
Leave a Reply