લગાગા લગાગા લગાગા લગાગા
વહેવા નદી નીર જેવું કશુું છે,
પવનમાં હવે તીર જેવું કશું છે.
હિમાલય હવેતો અહીંયા રહેશે,
વિપુલ જળ જરા ક્ષીર જેવું કશું છે.
વ્યથાઓ કહેશે કથાઓ જગતની,
પ્રણયમાં પ્રથમ હીર જેવું કશું છે.
સુરાલય જગતમાં ધણા છે હવેતો,
નશામાં જરા ધીર જેવું કશું છે.
કિરણમાં કયારે ભળીજો એ કાજલ
કવિમાં કયાં વીર જેવું કશું છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply