ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
છંદ : રમલ
પોહચે જેવી નદીએ રાત અટકી જાય ત્યાંથી.
કારણો જાઝા રહેને વાત અટકી જાય ત્યાંથી .
ચાંદ તારું રૂપ જોઈ ભાગતો ત્યાં રાતભર કઈ,
યાદ આવી સ્નેહ મૂલાકાત અટકી જાય ત્યાંથી.
સાગરે પો’ચી તરસમાં જીવ ચુંથાયા કરે છે.
નીરતો સામે છતાંએ ઘાત અટકી જાય ત્યાંથી.
ફૂલની સૈયા છતાં કાંટા સહેવા કેમ બોલું?
નામ તારું સાથ તો પણ જ્ઞાત અટકી જાય ત્યાંથી.
ધોધ તારી લાગણીનો ભીંજવે એવો સતત જ્યાં,
હાલ કાજલ કર શરું જ્યાં ભાત અટકી જાય ત્યાંથી.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply