સ્વપ્નપુરુષ
પાષાણશી આંખોએ નીરખતી રહીં..
સ્વપ્નપુરુષ તને…. તને જ..
અતૃપ્તિથી પીડાતી…
પથ્થરની પ્રતિમા બની યુગો થી ઉભી હતી.
તું મળ્યો….
તારા સ્પર્શે જીવંત થઈ..
હા! તું જ મારો સ્વપ્ન પુરુષ …
તારો કસાયેલ બાંધો …
આ મોહક સ્વરુપ.
લાગ્યો કામદેવનો અવતાર તું ..
તારી આંખો માં છલકતો પ્યારનો સાગર..
તારી વાણી સપ્તસૂરોની સરગમ…
આ થોડા ઉડતા કેશ તારા…
જગાવે ઉન્માદ તનમનમાં ..
તારા હોઠો પર રમતું બેફિકરુ સ્મિત….
તારું હાસ્ય એટલે ધંટડીનો રણકાર…
આ પૌરુષી ચાલ તારી લાગે પૃથ્વીનો શહેનશાહ તું…
તારા બાહુપાશમાં સ્વર્ગીય અનુભુતિ.
જાણે મારા સપના બન્યા સાકાર..
હું એક નિર્જીવ પાષાણ પ્રતિમા…
યુગો થી પ્યાસી .. જન્મો ની તરસ લઈ ઉભી..
તારા સ્પર્શે તૃપ્ત બની….
હા! સંતોષ પામી….
તારા સ્પર્શે લાગણીઓ વહેતી થઈ..
તારી એક ઝલકે..તારી જ છબી…
આંખોમાં સ્થાપીત થઈ..
પ્રતિક્ષા મારી જાણે પૂર્ણ જ થઈ..
સ્વપ્નપુરુષ તારા આગમને હું નારી..
સંપૂર્ણ નારી બની…
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply