સૂરજનું આગમન.. એક સ્વપ્ન
એક મીઠા સપના એ લીધું હકીકતનું રુપ,
‘મા’ શબ્દની પહેચાન કરવા લીધું છે રુપ.
બીજ રોપાયું એ ખબર એ અહસાસની વાત.
તારું નામ લઈને જોયા સપના મે ઘણા,
તારા આગમને આમ થશે ને તેમ થશે.
તારા માટે શું શું કરીશ ની વાતો..
વાર છે હજી તારા આવવાને ઘણી બેટા.
પણ .. એકલી પડતા આવતા વિચારો..
‘મા’ કહેનાર મળશે મને કોઈ..
ધન્ય ભાગ્ય , ધન્ય ઘડી કે તું પુર્ણ કરીશ અમને.
તારા આગમને ખુશી ઓની વર્ષા થાય..
તારું જીવન એક અનુપમ ઉદાહરણ બને.
બસ, તું એક સજ્જન , સંસ્કારી બને..એજ આશા.
માત પિતાના અધૂરા સપના.. અમારી નિષ્ફળતા..નેતું કરીદે સફળતા માં પરિવર્તન ..
અરે. .. કાજલ તો પગલી જ રહીં .. જે પાણી પહેલા પાળ બાંધે ..
આગમન હજી ઘણું દૂર છે..
ત્યાંતો સપના ની વણજાર આવી ચડી..
સજાવા લાગી સપના તારા માટે..
નિયતિ એ શું ધાર્યું .. તે ખબર કોને છે.?
પણ .. બેટા .. આતો તારી સુખાકારી ના વિચારો..
તુંજ હરકતનો અહેસાસ જ છે હજી…
ખબર કયાં છે બેટા તારા ક્ષેમ કુશળની..
પણ ,
આતો થઈ તારી સાથે જોડાયેલ સપના ની વાત.
સપના તો સૌના પોતાના ..હોયને?
અને તું મારું સ્વપ્ન..પ્રાર્થના ઈશ્ર્વર પાસે એટલી કે..
તું કુશળ રહે સ્વસ્થ રહે .. તુંજ જન્મ થી થાય મારું સ્વપ્ન પુર્ણ. …
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply