ખુશી
બંધ આંખોમાં સચવાયેલ ચહેરો,
કર્ણપટ પર સતત ગુંજતો એક સાદ.
હોઠો પર યાદ સાથે છવાતું એ મુલાયમ સ્મિત,
કોઈ છે જે મને ચાહે છે એ ખ્યાલ એટલે ખુશી જને?
સંતાનના મુખ પર છલકતું હાસ્ય..
જીવનસાથી સાથે હળવાશની ક્ષળો એ જ તો ખુશી છે.
વડીલોના ચહેરા પરનો ગર્વ ,
મિત્રો સાથેની યાદો મસ્તીની પળો.
કાર્યના સંતોષનો એ ભાવ…એટલે ખુશી જ.
નાના સુખો સાથે જીવાતી જિંદગી,
દુખમાં મદદગાર થવાની ભાવના,
દુખોને સુખ માં પલટાવવાની કોશીષ એજતો ખુશી.
માના હાથના ભોજનનો સ્વાદ,
ભાઈ બહેન ના હેતને દુલાર,
પિતાનું અનુશાશન..
દાદા દાદી ના લાડ..
જીવનની આ અમુલ્ય યાદો એજ તો છે ખુશી.
સુખના ઓડકાર જીવનનો હાશકારો
બસ! આજતો છે મારી ખુશીનું સરનામું.
તમારું શું કહેવું છે મિત્રા..?
સત્ય જ ને?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply