આ કેવો લવ?
આ વોટસપીયો લવ .. આ ઓનલાઈનનો લવ?
એકબીજા dp ને સ્ટેટસનો લવ..
નાકદી મળ્યા ના મળશે ..
તો પણ આ કેવો લવ?
પીક ને ઈમોજીની ભરમારમાં વ્યકત થાતી લાગણી,
ઓનલાઈનની રાહમાં તપતો અકળાતો ..
ઓફલાઈનને લાસ્ટસીનમાં અટવાતો અથડાતો..
ચેટને વીડીયો ચેટ થી હરખાતો ફુલાતો..
મોબાઈલમાં જ મિલન ને વિરહ ..
આમજ બ્રેકઅપ કરતો લવ..
વાવ, ઓહ, મીસ યું , લવ યું , હમ્મમમ માંજ પુરો થતો આ લવ?
મને ના સમજાય આજનો વોટસપીયો લવ?
ના શ્ર્વાસોની ગરમાહટ , ના તન મનની મહેંક,
ના નજરોનું મિલન …ના શરમાવવું .
મિલન વિરહ ના સ્પંદનો તો ગાયબ જ જાણે..
કલાકો દિવસો સુધીનો એ તલસાટ..
ના યાદોનું વાગોળવું …
ના પ્રેમપત્ર ની ખુશ્બુ.
આજ તો એક કલીક ને ઓલ ડીલીટ…
ના સમજાય છતાં લલચાવે કોઈ ખાસ જે દૂર છે..
તો પણ તેને વોટસએપ્પ થી નજીક અનુંભવવું.
ચેટને વીડીયો ચેટ થી સતત નજીક ..જીવવું..?
ખાસ ટોનની રાહમાં પ્રતિક્ષારત રહેવું .
દૂરથીજ એકબીજાની લાગણી દર્શાવવી.
તેનું સાનિધ્ય અનુંભવવું,
એકબીજાની સંભાળ રાખવી,
કોઈ ખાસ સંબંધ.
જાણે હૈયાના ખુણે સતત ધબકતો.
ના સમજાય છતાં આ બધું ગમતું .
કાજલની અવઢવ કોને સમજાવું …કેમ સમજાવું ..?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply