મેઘની પધરામણી, સાથે યાદો તારી પધારી,
ઝરમર વરસે વર્ષા, ના ભીજાઉ ના રહું કોરી.
તડપે મન કહે હું હવે દૌડી આવું પાસ તારી?
દૂર રહી યાદોમાં જ, ભીજવીં જાય લાચારી.
ચાંદ શરમાઈ ને છુપાયો, જોઈ મેઘાની આ સવારી
વાદળ ગર્જે વીજળી ઝબુકે, ધરતી ઝુમે અમારી.
સરગમ મિલનની મધૂર, સંગ પ્રકૃતિ તમારી.
હૈયાની વાત બોલે, વિજોગીના મનડાં હવે પુકારી.
સાજણ તારા આવવાની, કાજલનેે નિશાની દે તારી.
અધીર મનને સૂરો લાગે કડવા, કાગવાણી તરસે પ્યારી.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply