કહેવાય છે?
કહેવા જેવુ કઈ કયાં કહેવાય છે?
યાદોમાં જીવન આમજ વહી જાય છે.?
શબ્દો આમજ હવેતો કાગળે સરતા રહ્યા
અક્ષરોથી જીવનકિતાબ કયાં લખાય છે?
ઈશ્ર્વરની ઈચ્છા માની સ્વીકાર્ય કર્યું ,
સાચે મનથી કયાં બધુંજ સ્વીકારાય છે?
દિલના ઝખ્મો છુપાવ્યા પાલવ નીચે તો,
આંસુની જબાન કયાં હવે સમજાય છે?
કાજલ સમય આવ્યે છોડીને જાઉ પડશે,
સાથે ત્યાં કશું કયાં લઈને જવાય છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply