ખોવાયું…?
આંગણે વાવેલ થોડા વૃક્ષ ને છોડ.
બચપણના સાથી .
ઉનાળે લીમડાની છાયા
આંબાની કેરી..
ચીકુ બદામ
જામફળને જાબું
ખોવાયા મારે આંગણે થી.
બારમાસી, ગુલાબ, ચંપો ,રાતરાણી…
મહેંક તેની વિસરાઈ.
મોગરો, જાસુદ, ડમરો આંગણે જોવા તરસું..
ભમરાનું ગુંજન ને પતંગીયાની રંગછટા વિલાઈ..
તુલસીનો કયારો ..
દીવોને ધૂપ કયાંક જ સચવાણા.
મા નુ રસોઈ ઉધાન કયાં ગાયબ.?
ટમેટા, મરચા, દૂધી, કારેલા, તુરીયાં, રીંગણ ભાતભાત ના …
સરગવોને ગરમાળો તો નજરેથીના ખસે..
આંગણે મારા ,
મહેમાન બનતા વાનરને જાત જાતના પંખી..
ભ્રમરોને પતંગીયાની નાત
સવાર સાંજ કલરવ તેનો સંભળાતો.
કાન તરસ્યા સાંભળવા મધૂર ગાન…
સીમેન્ટના જંગલમાં માનવી ખોવાયો,
ભૂલ્યો લીલીવનરાજી ..
જંંગલને સાથી એના ન્યાંરા.
આજે તો…
બોનસાઈને કેકટસ શોભા બાલ્કનીની વધારે..
સુગંધવિહિન ફુલો આંગણા શોભાવે..
કાજલ વિશ્ર્વ પર્યાયવરણ દિન હર વરસ આવે..
એક દિવસમાં આ નવી આદતો કોની બદલાશે?
365 દિવસ કર પર્યાયવરણની રક્ષા તો પૃથ્વી નંદનવન બની જાયે..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply