બેની મારી સાસરીયે ચાલી.
આજ આંગણીયા સજાવું , લીલુડા તોરણ રે બંધાવું ,
રુડા ઢોલ રે વગડાવું .
બેની મારી સાસરીયે ચાલી..
આજ મહિયરની છાયા, સહિયરોની માયા તુંતો ભૂલી રે ગઈ..
ભાઈ બેનીના હેત પણ તું ભૂલી રે ગઈ.
બેની મારી સાસરીયે ચાલી..
સ્વર્ગીય સુખોની આજ તને ભેટ રે આપું,
મારી ખુશીનું દાન તને રે આપું.
બેની મારી સાસરીયે ચાલી.
સાસરીયે તને યાદ અમારી ના સતાવે.
પ્રેમ મળે એટલો તને યાદ અમારી રે ભૂલાવે.
બેની મારી સાસરીયે ચાલી.
તારા દુખો તારી તકલીફ મને સર્વે મળજો.
તારી આંખનું પાણી મારી આંખે વહેજો.
બેની મારી સાસરીયે ચાલી.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply