આશા
એક સવાલ વારંવાર થતો..
મા ને પુછતીને મા હસીને ટાળતી.
કહેતી મારી ઢીંગલી,
સમય તારા દરેક સવાલ નો જવાબ આપશે.
માની આસ્થા તેના બાલગોપાલ પર,
મુશ્ક્લી માં પણતે ડગતી નહીં
રોજ મા નવી આશા નો સૂર્યોદય દેખાડતી,
મનમાં નવી ઉમ્મીદ જગાવી જોશ ભરતી.
i love u કીધા સિવાય સતત પ્રેમ વરસાવતી.
આંખના આંસુ બહુ કાળજી થી છુપાવતી..
મા તેની અલગ જ દૂનિયામાં જીવતી .
પળભર પણ નવરી ના પડતી..
દરેકના મન સાચવી મા પરિવારને બાંધી રાખતી.
આશાને ઉમ્મીદ જયોત સદા જલાવતી..
મા ને એક સવાલ હંમેશા પુછતું ..
મા Do you love papa? કે papa loves u?
મા સદા હસતી..
કે પ્રેમ શબ્દોથી જ થાય..
બોલ તુ્ં કરે છે love તારા માને અને પાપાને ?
હું મુક બની મા ને તાકતી.?
આજ મારા સવાલ નો જવાબ સમયે આપ્યો.
પણ મા તારા જેટલી ધીરજ ને આસ્થા કયાં થી લાવું?
મા તું હોત તો મારા આ સવાલો અનુતરના રહેત .
બસ, મા i love u lot ..
પાપા love u lot..
સમય ચુંકું તે પહેલા કહી દઉ.
તમે મારા માટે સદા અણમોલ છો ને રહેશો.
એક ઉમ્મીદ કે આ વાત સૌ સમજે..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply