બચપણની યાદો
નદીનો કિનારો .
વૃક્ષોની હારમાળા
ભેરુઓનો સાથ..
નિશાળની ઘંટી સાથે મુકાતી દૌડ..
ગોઢીયાઓની સંગત
દફતર ભગાવ્યું ..
પાદરતરફની દૌડ..
ભાઈબંધો સાથે ધીંગામસ્તીને નદીના ધુબાકા..
આંબલી પીપળી, સંતાકુકરીની રમતો.
વડવાઈ ઝુલતા ..
ઝાડ પર ચડી કાતરાને ફળો તોડતા..
માસ્તરની બૂમે વનરાજીમાં છુપાતા.
બા બાપુ સાથે રીસામણા મનામણા ,
ભાંડેરા સાથે ના મીઠા ઝઘડા.
ભેરુ સાથેની કીટ્ટા બુચા..
તનમન ને તાજગી આપતી અે રમતો,
પરીકથાના પાત્રો જેવી ,
વણઝારી રખડપાટની, જિંદગીની અમુલ્ય ક્ષળો.
આહ ! એ બચપણની યાદો?
કાશ ! સમયચક્ર ગતિ બદલે .
ભુતકાળને પાછો સજીવન કરે..
બધું છોડી હડી કાઢી જીવી લઉ બચપણ ફરી..
શક્ય ક્યાં છે તે.
બસ યાદો ને મમળાવી ..
સુખના ઓડકાર ખાઈ લઉ.
ખીસ્સામાં લખોટી, પાંચીકા, કોડી..
બોર જામફળ કેરી .
સાથે બચપણને ભરી લઉ.
નદીની એ રેત અનુભવી લઉ.
બસ , તે દિવસોની યાદોને ગજવે ભરી …
યાદોને મનના ખુણે છુપાવી દઉ..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply