તારા વિના આ મેઘ અગન વરસાવે.
તનમનમાં વિરહના આજ દાહ જલાવે.
એક થઈ જવું છે આ મૌસમમાં તારી સંગ,
એકમેક માં સમાવા આતુર મનને તરસાવે.
પાણી બુંદો સમાઈ ધરતી માં એમ સમાઈ જવું ,
અસ્તિત્વ ખુદનું ભૂલી હવે જાત જ ભૂલાવે.
વૈરી લાગે સાવન, સાજણ તારા વગર મને,
હૈયે છુપાવ્યું નામ, મનના ઘાવ કોને બતાવે?
કાજલ પાગલ બની તારા વિરહે આજ તો,
વરસાદે મારગ ખોલ્યો આસુંનો કેમ છુપાવે?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply