મેઘ આવ્યો સાથ તારી, યાદ લાવ્યો,
કેમ તરસે મન વિયોગી, સાદ લાવ્યો.
કેટલી રાતો તમસની, સાથ ગાળી
આજ કોના બોલથી આ, ચાંદ લાવ્યો
સૂરજે ગરમી વધારી, ચાલ ચાલી,
મેઘ આવ્યો હેતની, ફરિયાદ લાવ્યો.
જાત ઓગાળી હવે, તારા પ્રણયમાં
તો સખા તુંતો વિરહ, વરસાદ લાવ્યો.
જાગવું છે ઉંઘ માંથી, શંભુ જ્યારે,
જાગવા ત્યાં આજ, હર હર નાદ લાવ્યો.
થાક ભૂલી જીવ તું કે, યાદ રાખે ?
વાત મારી માણવા તું, દાદ લાવ્યો?
સાજ નોખા, સૂર નોખા, એજ કાજલ?
ભૂલ મારી યાદ રાખી, વાદ લાવ્યો?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply