તારી યાદ
તારી યાદ આવતા
હૈયામાં ઉછળે લાગણીનો ધોધ
મીઠું દર્દ જાગે ,
તન મનમાં પ્યાસ જાગે ,
નયનોના દ્રારે શમણાની વણજાર,
હોઠ થથરે.. નયન પર પલકો પહેરો.
કેશ મારા ચહેરા પર ઢળે..
મનમાં મસ્તીની છોળો ઉડે..
કંપન તનમાં ભળે..
કહુંના કહુંની દ્રીધા માં જીભ અચકાય.
તારી યાદ..
મને તારામાં ખેંચી જાય.
સ્નેહ નિતરતી તારી આંખોમાં ડુબવું ગમે..
તારું પ્રેમ ભર્યું હૈયું સતત ઝંખે સાથ.
અંતવિહિન યાત્રાના સંગાથી.
અેક મેક માં સમાય જાઇઅે.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
22/04/17
Leave a Reply