સવાર
સવારનું હુફાળું આગમન.
સૂર્યના સોનેરી કિરણો,
સપ્તઅશ્ર્વારુઢ અરુણોદય.
કિરણોની સવારી કરતી ધૂપ,
આવી તારી યાદોના બારણા ખટખટાવતી,
પક્ષીઓ નો કલશોર..જાણે મીઠું સંગીત.
મંદિરનો ઘંટારવ,મધુર નાદથી ગુંજતી સવાર.
તારા શ્ર્વાસોની સુગંધથી મહેકતી,
તરોતાજગી થી ભરી શુભ મંગલનો સંદેશો પ્રસરાવતી,
મારા શમણાં ની સવાર.
શુભ સ્નોહિલ તારી યાદોને
લઇ આવતી સવાર.
તું હંમેશા સાથે છે યાદ કરાવતી.
ચા ની ચુસ્કી ને…
વરંડા ના હિંચકે ઝુલતી સવાર.
તુલસીકયારે ઘીનો દીવો ને ધુપ,
ની મહેંક પ્રસરાવતી સવાર.
સીડી પ્લેયર ના ધીમા સૂરમાં સૂર પુરાવતી સવાર.
તારા વગર પણ સતત સાથે,
જીવતી મારી સવાર.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
22/04/17
Leave a Reply