ડેલીના દ્વારે આસોપાલવ કેરા તોરણ બંધાવ્યા,
આંગણે કંઇ શરણાઇ ઢોલ વાજીંત્રો વગડાવ્યા .
સત્કાર મીઠો આપવા રુડા સામૈયા કરાવ્યા.
ઘર ઘર ભાત ભાતના રંગોળી ચિત્રો ચિતરાવ્યા.
મહેમાનગતિ માળવા આંગણે હરિ ને તેડાવ્યા,
આવકાર એવો મળ્યો કે ભગવાનને ભૂલાવ્યા.
ભોજનમાં બત્રીસ પકવાનના સ્વાદ રચાવ્યા,
હૈયાના સિંહાસને પ્રભુને બિરાજમાન કરાવ્યાં.
સોરઠી ધરતીનો મીઠો આવકાર સૌને આવકારયાં,
કાજલ હરખમાં ધેલી બની કે સાનભાન જ ગુમાવ્યા.
‘કાજલ’
કિરણ પિયુષ શાહ
22/04/17
Leave a Reply