જીવવાનું બળ લઈ ઊભા છીએ,
આંખમાં અંજળ લઈ ઊભા છીએ.
કોયડાની કળ લઈ ઊભા છીએ ,
યાદની સાંકળ લઈ ઊભા છીએ.
શામળા તારી કથા ગાઈ અમે,
હાથમાં શ્રીફળ લઈ ઊભા છીએ.
રેતમાં તો નાવ હંકારીશ તું?
આશનું કઈ જળ લઈ ઊભા છીએ.
જાત બાળી ગઈ ભળી હું રાખમાં ,
સીંદરી ના વળ લઈ ઊભા છીએ.
ઈશ તારે દ્વાર આવું કેમ હું ?
જ્યાં હવે અંજળ લઈ ઊભા છીએ.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply