પ્રેમ
હુ તું મટી આપણા ની વાતો .
તારા મારા સહિયારા સપના.
એકમેક માં ગુથાવું
“આંખોથી વાતો કરવી.
નામ તારું આવે ..
નજર નું ઢળવું.
તારા ગમા અણગમા મારા બનવા.
રાતો નું જાગવું .
તારા મહેકતા શ્ર્વાસો ને મારા માં અનુભવવું ..
તારી યાદોના સ્મરણમાં મનમાં મલકાવવું.
ચોપાસ તારુ જ હોવું.
અાઇને મારી છબીમાં તારુ પ્રતિબિંબ નિરખવું
પ્રેમ શબ્દમાં જ જીવન સમાયું.
બે તન અેક મન થવું.
પ્રેમ વ્યકત ના થાય.
અેતો બસ અનુભવી જ શકાય.
પ્રેમ અેટલે તું ..
મારું અસ્તિત્વ ..
પ્રેમ જીવી શકાય .
બિનશરતી નિસ્વાર્થ રીતે,
બસ દરિયાની જેમ અખુટ અમર્યાદિત રીતે.
કાજલ
કિરણ પિયુષ શાહ
22/04/17
Leave a Reply