ફુલો એ પોતાની પીડાની વાત કીધી,
ભંમરના ડંખની સહી વેદના ,તે પીધી.
રાત ભર રડયાની કબૂલાત લીધી.
ઝાકળએ આંસુની સાબિતી દીધી.
રાત કહે સુરજે હવે આંગણી ચીંધી,
ઓસ તો ઉડી સુરજને ગળે મળવા સીધી.
આવીશ વર્ષાની બુંદો બની સીધી.
ચાહત સદીઓ ની સાથ લઇ લીધી.
ઝાકળ આસું ઓસ વર્ષા રુપ કેટલા દીધા.
રહી હું તારા હૈયાની સરવાણી જ સીધી.
કાજલ
કિરણ પિયુષ શાહ
22/04/17
Leave a Reply