વાટજુએ
ઉંબરે ઉભી,નજર પાથરી .
એક પગ ઘરમાં એક ઉંબરે
રાહ જુ્એ આવનારની..
નયને નીર ઉંભરાય.
બંધ સંયમનો તુટયો,
એક એક કરતા દિવસો ગયા.
દિવસો કયારે મહીના બન્યા,
મહીનાના વરસો થયા…
આજ આવશે કાલ આવશે?
રાહ જોતી જ રહી.
કોઈ સંદેશ કોઈ પત્ર ,કોઈ ખબર..
આશાઓ વાંઝણી સાબિત થઈ,
વાટ નિરખતીતે ઉંબરે થંભી ગઇ..
લીધો વિજોગણનો વેશ ..
પ્રિયતમ ગયો પરદેશ ,
વૈરી બન્યો સમય ..
અશ્રુંને છુપાવ્યા ..
પણ કયા સુધી છુપાઇ શકે?
શ્રીંગાર છોડયા ,દર્પણ ફોડયા.
કોને કાજ સજે શણગાર?
ચંચળ મન..મ્લાન વદન. પથરાઇ નજર,
સુધ બુધ ભુલી બાવરી બની..
રાહ જુએ આજ પણ…
વાલમ ..ફરશે પાછો ધરભણી?
વાટ જોતી પુતળી બની ગઇ.
‘કાજલ’
કિરણ પિયુષ શાહ
Leave a Reply