ચાલ આજ જિંદગીનું નાટક ભજવી લઇએ,
સંસારના નવરસની જયાફત ઉજવી લઇએ.
ઉત્સવ આતો પ્રણય કેરો હવે છે અહીં,
મન ભરી જીવી જીવન સજાવી લઇએ.
રંગોની મહેફિલ સાત સુરો સાથે ગવરાવી,
સંગીતને તાલે ઝુમી સૌને નચાવી લઇએ.
ચલો,પ્રિયજન સંગ આ પળોને માણવા જ,
મહેફિલને હવે હર્ષોનાદથી ગજાવી લઇએ.
“કાજલ”ભૂલી કાલ તણી ચિંતા ને હવે,
સાથ સાજનનો કરી યાદો બનાવી લઇએ.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
02/04/17
Leave a Reply