ચાંદ …ચાંદની
આભમાં ઉગતો ચાંદલીયો ચાંદની સંગ આવતો.
તારલાઓ સાથે સંગ સંતારકુકરી રમતો..
ચાંદ તેની સોળે કળા બતાવતો..
રોજ નવલું રુપ એ ધરતો..
વાર્તાઓ કઈ નીત નવી લાવતો.
રોજ તને જોતીને મને તું યાદ આવતો..
મારો ચાંદ જે ઈદનો ચાંદ ..
મુખડું તારું પુનમ નો ચાંદ.,
મારા જીવનઆકાશમાં તું ચમકતો.
તને નિહાળી ચમક ચાંદની ની મુખ પર આવતી..
આંખો માં તારી જ છબી સમાતી.
અમાસની રાત મને ના ગમતી.
આ અમાસ હમણા વારંવાર આવતી.
તારા દિદાર વિના કેટલી રાતો જાગતી.
તું જ મારો ચાંદ હુ તારી ચકોર કહેતા મને લાજ નથી આવતી.
કાજલ
કિરણ પિયુષ શાહ
29/04/17
Leave a Reply