જિંદગી તો આમ જીવી જાઉં છું,
આસું થોડા આમ ગળી જાઉં છું.
વાતોમાં નામ તારું આવ્યું ત્યારે,
પ્રીતને નિભાવવા વળી જાઉં છું.
નામ લઇ તારું રુશ્વા નહિં કરું,
ઇલ્જામ લઇ માથે ફરી જાઉં છું.
યુગો વીત્યાને વીતશે આમજ જ્યાં,
પ્રતિક્ષારત રહયો કહી જાઉં છું.
‘કાજલ’પ્રેમ દિવાની કહેવાઇ,
પ્રેમને ખાતર જ પોઢી જાઉં છું.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
04/04/17
Leave a Reply