*અછાંદસ*
કાશ….
સમયની ગતિને થોડી ધીમી કરી શકાય…
કેટલું છુટયું પાછળ …
અેક જીવન જાણે વિખુટું પડી ગયું ..
મારી અંદર નો કોઇ હિસ્સો જાણે મારા મારાથી અલગ થઇ ગયો.
કેટલી યાદો આમ જ ભુતકાળ બની ગઇ.
શ્ર્વાસો ની સરગમ બેસુરી થઇ ગઇ.
સપનાની ઉડાન ખોવાઇ ગઇ.
કાશ..
સમયચક્ર ફરી જાય
થોડું પાછળ લઇ જાય.?
કાશ …
એવું થાય.. એ સખીઓ ની ટોળી..
મનમરજીની આઝાદી…
ના બંધન ના કોઇ રોક ટોક…
ધડીક ની કીટ્ટા ને બુચા..
દુનિયાભર ની ખુશી ખિસ્સા માં જ સમાતી.
ના કાલની ચિંતા આજની ફિકર..
કાશ..
એક સ્વપ્ન
એ પહેલો પ્રેમ…
એ નજર…
એ સ્પર્શ …
એ તારું હળવે થી ચુંમવું
ચોરી ચોરી નજર મીલાવવું..
એ નામ પર વાત વાત માં શરમાવું..
કાશ…
બધી યાદો ને પાછી જીવી શકાય….
કાશ…. સમયચક્ર …સમયથંભી જાય..
શું શકય છે…?
કાશ…
જયાં તુ ને હું મલ્યા તા…
સમય જ રોકાઇ જાય…
ફરી જીવી લઉં …
તને આંખો માં ભરી લઉં..
તને મારી હથેળીની રેખા ઓમાં કૈદ કરી લઉં..
કાશ..
આ સ્વપ્નને હકીકત કરી શકું…
“કાજલ”
કિરણ પિયુષ શાહ
03/04/17
Leave a Reply