હાયકુ
1)
ચાંદ ચાંદની
પર્યાય પ્રેમના, જયાં
ચાતક દ્રષ્ટિ.
2)
સાંજ ઢળતા
આશ જાગે, વાલમ
મિલન તણી.
3)
યાદો વરસે
આંખે અનરાધાર
બેબસ મન
4)
સ્મરણે મન
વિસ્મરણ માગતી
દે વરદાન ?
5)
હટાવ્યા હવે
આડંબરો સંસારે
મન મુક્ત કૈ?
6)
હરિ દીવાની
મગ્ન બની, ફરતી
સુધ ભુલી જ્યાં
કાજલ
કિરણ પિયુષ શાહ
29/04/17
Leave a Reply