ઉમંગ .. ઉત્સાહ
ઉમંગ ભરેલ હૈૈયે તે ઘુમે છે,
ઘર માં ફરી વળી ઉત્સાહ સાથે.
ઘરને રંગીન ચશ્માથી જોવા જ.
બારી બારણા પડદા …
બેડશીટ.
ફલાવર વાઝ ના તાજા ફુલો ..
બારણા પરના તોરણ ,
સીડી પ્લેયર માં મનગમતી સીડી.
આંગણ માં ફુલોની રંગોળી.
સાથે…મીણબતીની મંદ રોશની .
અને તે..
ગોઠવાઇ ડ્રેસીંગ ટેબલ સામે સાજ સજવા.
ખાસ આજ ના દિવસ માટે જ તૈયાર કરાવેલ ડીઝાઈનર સાડી.
લોબંધ સાથે એક બાજુ છુટી ફરકતી લટ.
ટગરની વેણી..
હાથમાં ડઝન બંગડીનો રણકાર.
પગમાં ઝમઝમ કરતી પાયલ.
સોળ શણગાર જાણે નવોઠા જેમ,
હળવો નામ માત્રનો મેકઅપ..
કાજળ આંજી તેણે નજર ફેરવી.
હમ્મમમ,
આંખો માં પ્રતિક્ષા આંજી
એક સરસરી નજર બધેજ ફેરવી.
સંતોષના ભાવ સાથે બહાર આવી ,
બાગ મા હિંચકા પર આસન જમાવ્યું.
એ
પ્રતિક્ષિત … ભાવને લઇ.
હાથમાં મોબાઇલ માં સમય જોયો ,
ઓહહહ.. બહુ મોડું થયું .
ત્યાં જ એક રીંગ,
બેચાર શબ્દો નો સંવાદ ..
મનાવાય ગઇ તેના લગ્નની રજત જયંતી .
ઉમંગ ઉત્સાહ ને બરફ માં થીજવતી.
નરી એકલતા ની પીડા સાથે.
કાજલ
કિરણ પિયુષ શાહ
12/04/17
Leave a Reply