*હૂંફ*
બસ તારા વગર..
બેચેની ..ઉદાસી ..અજંપો…અને
નીરવ એકલતા,
આવી ધેલી લાગણીઑ ને
મારે શું કહેવું?
શું કરવુ ?
એવા અનેક પ્રશ્ર્નો …ઉઠે ત્યારે
સતત તારા સાંનિધ્ય ની હૂંફ અનુભવું
સખા ..એવું કંઇક કરને
તારા વગર રાતો નું જાગવું
અનિદ્રાના રોગ નો શિકાર કરશે
સખા…ખબર છે.. તને…?
તારી સાથે વીતાવેલ એ સાંજ.
નદી નો કિનારો.. પુનમ ની રાતે .
ચાંદની ની સાક્ષે કરેલ એ ઉજાગરા..
આજ પણ આવી બધી યાદ કરાવે છે જાગરણ..
બસ…આ હવે યાદો ની હૂંફ
ધસમસતા પુર જેવી .
છલોછલ છલકાવતી..
લાગણી..
તારા શ્ર્વાસો ની સુગંધ થી તરબ તર કરે
ત્યારે અનુભવું
મારી અંદર શ્વસવાની હૂંફ..
મારી પોતીકી… આગવી યાદો ની… હૂંફ.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
10/04/17
Leave a Reply