1)
મૌનજ તારું પડધો પાડે ત્યાં ખોવાય છે ખામોશી,
વાતો તારી યાદો જોડે જયાં જોવાય છે ખામોશી.
પગરવ તારો છાનોમાનો આવી તું કૈ ચુપીથી,
આંખોની ભાષા તારી બોલી છુપાય છે ખામોશી.
કાજલ
કિરણ પિયુષ શાહ
2)
તાન્કા
મુક્ત ગગને
ઉડવા ચલો, ઉડુ
પંખ ફેલાવી.
આભ નાનુ પડશે,
ધરતી સુક્ષ્મ લાગે.
કાજલ
કિરણ પિયુષ શાહ
3)
કિંમત ના લગા શકોગે હમારે પ્યાર કી,
હમ જા નિસાર કર દેગે એકબાર મેં.
4)
કબર ને કફન જ સત્ય છે
બાકી આ જગ મિથ્યા છે.
5)
શું લાવ્યાને શું લઇને જશું કહીશ તું ?
ખાલી હાથ આવ્યા ને જશું સમજ તું.
રડતા આવી ત્યારે જગ હસ્યું તું કે આવી તું?
હવે મ હસતી જઇશ ને સૌ રડશે કે ગઇ તું ?
કાજલ
6)
શ્ર્વાસો તો આ ખુટયા હવે
રાહ જોઇ ને જો તુટયા હવે
કાજલ
7)
હરપળ હરક્ષળ તારો જ સાથ માંગુ છું,
મહેફિલમાં નામના લઇ સાથ રાખું છું.
કાજલ
Leave a Reply