1)
મન ટોડલે બેઠું યાદ નું પંખી,
ટહુકે ટહુકે મે તને જ ઝંખી.
શબ્દો મારા ઝાખા પડયા ને,
સ્પર્શના સંભારણે જ રાખી.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
2)
પાકી ને ખરવું નિયતિ છે,
જીર્ણ વસ્ત્રો ત્યાગ્યા..
ચક્કર ચોર્યાસી ફરવા,
સ્મૃતિમાં રહીશ હંમેશા..
“કાજલ”
કિરણ પિયુષ શાહ
3)
પાંજરા નું પંખી ઉડયું મુક્ત ગગન,
આ શું તેતો સૂર્ય ને કરતું કેદ પાંજરે.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
4)
સ્ત્રીને પુરુષ એકબીજા ના પુરક છે.
શક્તિ સ્વરુપારુપે જગની પુરક છે.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply