પ્રાર્થના…
આજ બહુ દિવસે…. મંદિર ગઈ,
હાથ જોડયા ,લોચન મીચ્યાં ..
પળ બે પળ …
પ્રાર્થના માટે શબ્દો સરે ત્યાં તો..
બંધ આંખો એ એક દ્રશ્ય જોયું,
તેજસ્વી અલૌકિક પ્રતિમામાં અેક છબી ઉભરી.
મા મા મા?
ઓહ ! આંખ ખોલતા સામે પ્રભુ બિંબ હસતું દીઠું..
સત્ય કે ભ્રમ?
લાગ્યું કંંઈક મારી ભુલ જ ?
મા તારો ચહેરો પ્રભુબિંબ માં ?
કેમ ?
અને ..જાણે જવાબ મળ્યો …
હું સર્વત્ર છું .. પણ મા ના રુપ માં તો અવશ્ય છું.
મારેય મા ની જરુર પડે છે.
અને હું તો અવતરુ જ છું ..
મા તારા સ્નેહ માટે.
માટે જે કરે સેવા ..
તેને મા ની દુઆ માં હું જ મળું છું..
જાણે મારી પ્રાર્થના સ્વીકારાઈ ગઈ ..
મેં એક બીજી માનાે હાથ પકડી..
મંદિર ના પગથિયાં ઉતરાવ્યા..
અને પ્રભુ સાથે દેખાઈ મા હાથ પ્રસારી આશિષ દેતી..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply